STORYMIRROR

Drsatyam Barot

Comedy Inspirational Others

0.6  

Drsatyam Barot

Comedy Inspirational Others

ફોનમાં રેં'વું

ફોનમાં રેં'વું

1 min
27.7K


ફોનમાં રેંવું ફોનમાં રેંવું,

ગૂગલ બ્હારું કદીના જાવું.

મેંઠી મેંઠી વાતો કરવી,

મોંણસ દેખી ભાગી જાવું.


મનમાં પૈણું મનમાં રાંડું,

ફોનમાં પીવું ફોનમાં ખાવું.

રાત દાડાનું ચેટિંગ કરતાં,

ભૂંડા થઈને ઘરને ભાગું.


વાતેવાતે રિપ્લાય દેવું,

વાતેવાતે લાઈક થાવું.

થાળીએ જાણે ઊંટો ભટકે,

વાતેવાતે ભડકી જાવું.


માણસની જો જાત ભૂલાવી,

મોંણસ ભેગું કદીના જાવું.

રેંવું રોજે મોંણસ હાથે,

તોયે ના મોંણસ બોલાવું.


નાનું મોટું કોઈના દેખું,

સૌની સાથે રોજે બાજું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy