અવનવી વાનગી
અવનવી વાનગી
ચાલો મારી સાથે અવનવી મસાલેદાર,
ચટાકેદાર ટેસ્ટી વાનગી ખાવા,
ફાફડા તો ફરીદાબેનના હો,
જલેબી તો જયાબેનની હો,
પનીર તો પરીબેન નું,
લાડવા તો લાલુ ભાઈના,
શીરો તો સરિતાબેન નો,
ગુલાબ જાંબુ તો ગુલીબેનના,
ઢોકળા તો ધીરુ ભાઈના હો,
ખીર તો ખીમાં ભાઈની,
લાપસી તો લેખાબેનની,
કઢી તો કવિતાબેનની,
ખીચડી તો ખીમા ભાઈની,
ચા તો ચતુર ભાઈની,
ઉંધીયું તો ઉમાંબેનનું હો,
રોટલી તો રીટાબેનની,
પૂરી પરિતાબેનની,
જલેબી તો જેઠા લાલની,
પકોડા તો પ્રવીણ ભાઈના,
ભજીયા તો ભૂરીબેનના,
મજા આવી ને ?
સ્ટોરી મિરર પણ રોજ આપે મનને અવનવી વાનગી,
કોઈ પીરસે વાર્તા તો કોઈ
કવિતા,
કોઈ પીરસે હાઈકુ તો કોઈ નવલિકા,
કોઈ પીરસે સોનેટ તો કોઈ પીરસે ગઝલ
કોઈ પીરસે પિરામિડ કાવ્ય તો
કોઈ ગીત
આમ અવનવા પ્રકારથી લલચાવે સૌનું મન,
હું તો રોજ આરોગી મનથી તંદુરસ્ત બનું,
માનું સૌ નો આભાર,
સ્ટોરી મિરર પણ રસોડું સાહિત્યનું
રોજનીત નવી વાનગી પીરસે અહી.
