નિરાલી વાતો પ્રિયતમની
નિરાલી વાતો પ્રિયતમની
એ મને કહે છે કે આપણે,
રોજ રાતે વાતો કરીશું,
અને હું બોલતી જ રહી જાઉં,
ને એ સુઈ જાય છે.
કહે વ્યસ્તતા ભર્યા દિવસમાં,
ક્યારેક તો નિરાંતની પળ આપ,
અને એ નિરાંતની પળમાં પોતેજ,
દિનચર્યા યાદ કરવામાં વ્યસ્ત થઈ જાય છે !
મારી કલબલ સાંભળવા,
મને ફોન કરે છે,
અને બીજીજ બધી વાતોમાં,
ફોન પતી જાય છે,
કેહતા હતા કે રવિવારે તો,
તમે કહેશો એમજ કરીશ હું,
અને રવિવારની રજા તો,
સોમવારે શું કરશે એમાં પતી જાય છે.
રાખે છે એ રજા મારી માટે,
કે આપણે સાથે રહીશું ,
અને બીજાના કામ,
કરતા જ રાત પડી જાય છે.
કાલનીજ વાત છે આ મને કહે,
ચાલો તારા જોવા ધાબા ઉપર,
અને ઉપર જતા જ મારા વખાણ કરવામાં,
તારા જોવાના જ ભૂલી ગયા.
કેટલી વાતો એ રોજ યાદ,
કરીને રાખે છે મને કેહવા,
અને મને મળતાજ,
બધું ભૂલી જાય છે.