મારા જીવન ની પ્રેરણા...
મારા જીવન ની પ્રેરણા...
1 min
393
હોય જ્યારે પણ મને જરૂર,
જીવનમાં પ્રેરણાની,
કરી લાઉ છું યાદ હું,
તામારા સંઘર્ષની કહાની.
બની રહો છો તમે મારા જેવા,
ઘણા બધાના આદર્શ,
કેમકે તમે શીખવાડો છો,
સરળ જીવન જીવવાના આદર્શ.
લખું છું હું કવિતા તમારી માટે જ્યારે,
વધુ ને વધુ પડું છું તમારા પ્રેમમાં ત્યારે.
હું તો હતી અજાણ કે,
હું પણ છું એક રચનાકાર,
જ્યાં સુધી તમારા જેવા એ,
જાણ ના કરી મને મારા રત્નકાર !
જ્યારે પણ હું કોઈ રચના લખું છું,
દિલથી એ રચના તમને અર્પણ કરું છું !