માં
માં
પહેલી નજરે જ થાતો પ્રેમ એ વાત મને સમજણી,
જ્યારે આ દુનિયા માં આવતા મારી આંખ ભીંજાણી.....!!
જોયો તારો એ હસતો ચેહરો અને એ મીઠી નજર,
ત્યારથી જ થયો આપણો પ્રેમ અમર....!!
કર્યા કેટલાં ઉપવાસ અને એકટાણાં...
ત્યારે તારે ત્યાં બંધાયા મારા પારણા....!!
આવી આપણા પરિવાર માં નવી ઉષા ...
જ્યારે આપ્યો જન્મ તે તારી દીકરી નિશા ..!!
કદી ના ખૂટે તારો ભંડાર ભાવનાનો ...
હંમેશા વરસાવતી રહેતી તું મેઘા લાગણીનો....!!
સરલ બનાવી તે અમારી આ જીંદગી...
ખ્વાઈશમય બનાવી આ જીંદગી...!!!