આપણો મીઠો પ્રેમ
આપણો મીઠો પ્રેમ
કરી હતી જ્યારે આ મીઠા પ્રેમ પ્રકરણની શરૂવાત,
ત્યારે તમેજ કેહતા હતા કે તારા બોલ્યા વગર પણ,
હું તને સમજી જઈશ.
અને ખરેખર એવું જ થયું કે મારા કહ્યા વગર,
તમે બધું જ સમજી ગયા,
ને પુરા કર્યા મારા દરેક સપના.
હંમેશા કર્યો મને અઢળક પ્રેમ અને
અવિરત રાખ્યો એ પ્રવાહ,
સપનામાં પણ ન વિચારી શકું,
આપ્યો એવા નિર્મલ પ્રેમનો પ્રવાહ.
જો આમ જ કરતા રહેશો મને તમે પ્રેમ તો,
લાગી જશે મને જ મારા નસીબ પર નજર તો !
એકજ સરલ અરજ તમને સદાય રહેજો આમ તમે,
જેવા મને પેહલી વાર મળ્યા હતા ત્યારે તમે !