મારા પ્રીતમની પ્રીત
મારા પ્રીતમની પ્રીત
એ કહે છે કે તું હંમેશા હસતી ઉઠજે રોજ સવાર,
તને આમ હસતા જોઈ નેજ પડે છે મારી સુંદર સવાર,
અને રાતે સુતા પેહલા પણ એ નીરખે છે,
મારુ એજ હાસ્ય જેના કારણે એ પ્રેમમાં પડ્યો છે,
મારી આ રોજરોજની કલબલાટ એને લાગે છે મીઠી,
કહે છે તું આમ જ બોલતી રહે તો આંખોને લાગે મીઠી.
હું પણ જાણું છું કે એ કેવીરીતે કરે છે પસાર દિવસ,
સુરજ ઉગવાથી લઈ આથમતા સુધી,
મારા વિચારોમાંજ કરે છે પસાર દિવસ.
કરે છે મને હંમેશા નાની નાની વાતોમાં પરેશાન ,
અને મોટી મુસીબતમાં મને જોઈ,
પરેશાન એ પણ થાય છે પરેશાન.
કહે છે નથી આવડતી મને બતાવતા લાગણીઓ,
અને મારી માટે કવિતા લખીને કહે છે,
મારા પ્રતિની એની લાગણીઓ.