STORYMIRROR

Margi Patel

Drama Inspirational Romance

3  

Margi Patel

Drama Inspirational Romance

કોશિશ

કોશિશ

1 min
26.8K


તું તારામાં મને શોધવાની કોશિશ કર,

તું છે જ મારામાં જરા દિલમાં ઝાકવાની કોશિશ કર,


બનીશ હું સહારો તું હાથ મિલાવવાની કોશિશ કર,

હાથ છે તારા હાથમાં તું થામવાની કોશિશ કર.


બનીશ હું શ્વાસ તારો તું ધડકન બનાવની કોશિશ કર,

હૃદય ના ધબકારા છે તું જરા દેખવાની કોશિશ તો કર.


એકલો અટૂલો શું તું પનાહ આપવાની કોશિશ કર,

તું છે મારી જીવનની ધારા જરા પામવાની કોશિશ તો કર.


જીવવા માગું તારા માટે તું મને બોલાવવાની કોશિશ કર,

મારા દિલ તારા માટે જ છે તુ પામવાની કોશિશ તો કર.


મારા જીવનના સિતારા બની તું ચમકવાની કોશિશ કર,

તું તો છે મારા દિલના દરિયાનો હીરો જરા જાણવાની કોશિશ કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama