કેવી તારી આ કરામત અહીં
કેવી તારી આ કરામત અહીં
એક ભૂલ લઈને આવી આસમાનથી સીધે જમીન ઉપર,
હે ! સોચ કેવી તારી આ કરામત અહીં...
તારા પ્રેમ આગળ સોંપી દીધો તને જ બીજાને
હે ! લાગણી કેવી તારી આ કરામત અહીં...
આથમે માણસ પુષ્પની જેમ, ના સાથ કે સુગંધ
હે ! કુદરત કેવી તારી આ કરામત અહીં...
જાત પાટ રંગ બોલી વિભિન્ન લોહી એક છતાં થાય વિવાદ અનેક
હે ! માનવી કેવી તારી આ કરામત અહીં.