વૃત્તિ
વૃત્તિ
વૃત્તિ નામે એક પતંગિયું એતો ઉડતું જાય,
દેખી રુપિયા અઢળક મનમાં હરખાતું જાય.
મનમાં મોજીલા વિચારો સપનાંની વણઝાર,
અઢળક કમાણી કરવા દાવપેચ ખેલી જાય.
વિચારે અટપટું ને આંટાપાટાં રમતું થાય,
દેખી આમ-તેમ એતો મનમાં હરખાતું જાય,
લાલચમાં આવીને એતો ખુદને ભૂલી જાય.
અગણિત રૂપિયા જોતાં ભાન ભૂલી જાય,
હરતું, ફરતું, ઉછળતું આમ-તેમ ફરતું જાય,
વેશધારી પોલીસને જોતાં જ સંતાઈ જાય.
અવનવું ને અટપટું સમજી ગભરાઈ જાય,
મહેનતનો સંંકલ્પ કરતાં હૈયે ટાઢક થઈ જાય.
