મા તારા પગલે
મા તારા પગલે
વાત્સલ્યની મૂર્તિ બની વહાલ તું વરસાવતી,
કરૂણાની દાત્રી બની આશ્રય સૌને અપાવતી.
સહનશીલતાની મૂર્તિ તું ઢાલ બની બચાવતી,
અન્નપૂર્ણાની દેવી તું મધુર ભોજન પકાવતી.
મમતાની મૂરત બની સ્નેહથી સૌને જમાડતી,
કુશળ ગૃહિણી તું ઘરની ધરોહર સંભાળતી.
સ્ત્રી છે બબ્બે કુટુંબને તું લાગણીથી જોડતી,
સુખે-દુ:ખે સમ રહેવાની કોશિશ સદા કરતી.
બાળનાં રક્ષણ કાજે પ્રભુને હરપળ પ્રાર્થતી,
"મા" શું કહું તને ! તું તો વહાલની સરિતા છો !
"મા" હું પણ તારાં પગલે ચાલી,
"મા"બનીને જીવનનાં બધાં કિરદાર નિભાવતી.
