STORYMIRROR

Purvi sunil Patel

Inspirational Others

4  

Purvi sunil Patel

Inspirational Others

સ્તુતિ

સ્તુતિ

1 min
519


હે ! જય દુર્ગા માતા ભવાની,

વંદન કરું હું ભક્તિ ભાવથી,

હે ! વિશ્વેશ્વરી દુ:ખ હરનારી,

પાય લાગું હું શીશ ઝુકાવી,


હે ! જગજનની સિંહવાહિની,

મહાપ્રતાપી મહિષાસુરમર્દિની,

હે ! મા દુર્ગા અસુરવિનાશીની,

નિ:સહાયની તું માતા ભવાની,


હે ! મા તું મહાતેજ ધારિણી,

સંકટ સમયે તું શુલધારિણી,

હે ! મા ભકતોની રક્ષા કરનારી,

રણમધ્યે તું રણચંડિકા કહેવાતી,


હે ! મા તું બ્રહ્માંડમાં ઘૂમનારી,

ભક્તોને નિત આશિષ દેનારી,

હે ! મા જગદંબા માત ભવાની,

પતિતપાવની સત્ય સ્વરૂપિણી,


હે ! મા અંબા, અંબિકા, અનંતા,

બેઉ કર જોડી વિનવું હું માડી,

આશિષ દેજે તારાં બાળ માની,

મા આદ્યશક્તિ જગદંબા ભવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational