સમજણનાં અભાવે
સમજણનાં અભાવે
1 min
249
ગણતરીના સમીકરણો જ્યારે રચાતાં જાય છે,
સંબંધો ત્યારે સ્વાર્થની એરણે ચડતાં જાય છે.
તુલનાનો તંતુ સળવળે પરિવારમાં અંદરોઅંદર,
સમજણનાં અભાવે કુટુંબો વિખેરાતાં જાય છે.
વાત વાતમાં ન કહેવાનું પણ કહેવાય જાય તો,
મનડાં પણ ત્યારે જ દર્દથી ઉભરાતાં જાય છે.
વહાલથી તરબોળ કર્યા સંબંધોને જીવનભર,
પોતાનાં કહેવાતાં સંબંધો ઠુકરાવતાં જાય છે.
દિલનાં બંધનોમાં સ્વાર્થ ને ઉપેક્ષા ભળી જાય,
ભીતર રહેલાં દિલનાં જખ્મો ઉલેચાતાં જાય છે.
