તારાં આશ્રયે
તારાં આશ્રયે
અવિરત અસ્ખલિત .સ્નેહની ધારા વહેતી,
કોઈક જન્મોનાં પુણ્ય પ્રતાપે મને એ ફળતી.
દિન પ્રતિદિન તારી સ્નેહસૃષ્ટિમાં ભીંજાતા,
તારો સ્નેહ પામીને હું તો ખુશીથી ઉછળતી.
પીડા અને તકલીફો બધી પાલવડે બાંધતી,
તેથી જ તારાં આશ્રયે નિશ્ચિંત થઈ રહેતી.
નિખાલસ ભાવનાની દોરીથી સૌને બાંધતી,
એટલે જ તો તારી સમીપે મળતી વિશ્રાંતિ.
કરૂણાની દાત્રી ને સ્નેહની સરિતા વહાવતી,
તારાં પુણ્યપ્રતાપે ઈશની કૃપાદ્રષ્ટિમાં રહેતી.
મમતાની અખંડ ને જીવંત મૂરત "મા"જગમાં,
તારાં આશિષનાં પ્રતાપે હું નીડર બની ફરતી.
કેટલીયે વાર કહું "મા" તુજ વિના જગ સૂનું,
"મા" તારાં ખોળે સદા હું નિશ્ચિંત થઈ રહેતી.
