STORYMIRROR

Purvi sunil Patel

Inspirational Others Children

4  

Purvi sunil Patel

Inspirational Others Children

સાહસી વીરલો

સાહસી વીરલો

1 min
6

નિરપેક્ષ રહી કાર્યપ્રણાલી અપનાવી શકે,

એ જ રાજધર્મનું સાચું આચરણ કરી શકે,


ન્યાયપ્રિય, ધર્મનિરપેક્ષ ને સહયોગ ભાવથી,

નિતી મુજબ રાજધર્મનું પાલન કરી શકે,


સૌનો સાથ સૌનો વિકાસ સર્વાંગી ભાવથી,

ફક્ત રાષ્ટ્રનાં હિત માટે સત્તા સંભાળી શકે,


નિત નવાં પડકારોનાં એ ચક્રવ્યૂહો ભેદતાં,

કટોકટીમાં સ્વયં પણ અડીખમ રહી શકે,


પરિસ્થિતિ હોય કપરી, પ્રજાવત્સલ બની,

વિષમ પરિસ્થિતિમાં રાષ્ટ્રને સંભાળી શકે,


નેકી, ઈમાનદારી અને સમર્પિત ભાવનાથી,

કોઈ સાહસી વીરલો રાષ્ટ્રને સંભાળી શકે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational