ઈસરોની સિદ્ધિ
ઈસરોની સિદ્ધિ
સફળતાનો નવો જ અધ્યાય રચાયો,
ખુશીની પળ ચંદ્ર પર તિરંગો લહેરાયો,
સફળતાપૂર્વક લેન્ડિંગ થયું ચંદ્રયાનનું,
વૈજ્ઞાનિકોનો અથાહ પરિશ્રમ દેખાયો,
સંકલ્પ અને સંઘર્ષથી મળી જે સિદ્ધિ,
લગન અને પરિશ્રમનો આ રંગ દેખાયો,
ઈસરોની જ્વલંત સફળતાની કિર્તી,
વિશ્વમાં ફેલાઈ, દેશ ગર્વથી છલકાયો,
જય હિન્દ અને મેરા ભારત મહેનતનાં
નારાઓથી સોશિયલ મીડિયા છવાયો.