સૃષ્ટિના સર્જક
સૃષ્ટિના સર્જક
ધરતી માનો ખોળો હરિત કરવો છે આજ,
ટીપે ટીપે સિંચી વનરાજી કરવી છે આજ !
સૂકી થયેલ ડાળીમાં પ્રાણ પૂરવા છે આજ,
નભથી વાદળ ગર્જે એવું કરવું છે આજ !
કુંજ કુંજ લતાઓ લહેરાતી ચાલે છે આજ,
માનવને વિસામો દેવો નિર્ણય કર્યો છે આજ !
નાનકડા બીજ અંકુરિત કરવા છે આજ,
ફણગાઓનાં મૂળને ઊંડા કરવા છે આજ !
ભાવિ પેઢીને હરિયાળી ક્રાંતિ દેવી છે આજ,
ખુશહાલ સૃષ્ટિના સર્જક બનવું છે આજ !
