છોડમાં રણછોડ
છોડમાં રણછોડ
છોડમાં રણછોડ, તહીં છે નિવાસ પ્રભુનો,
કરે જગ લીલું, વૃક્ષ છે વિકાસ સહુનો,
બાળ ઉછેરે છોડ નાના, દૈ જળ હરખાયે,
સૂરજમુખી હાસ્યે, સદા મિલાપ અમૂલો,
બાળછોડ ફાલ્યા આભે ડોલે વૃક્ષ તેજે શાને,
દેતાં છાંય સૌ જનોને, માની પાડ તરુનો,
શિક્ષા દે સંસારે, સ્વપીડા સહી અન્યે આરામે,
જોગી શાં સ્થિર, પાળે તપ વિચાર વિભુનો,
અર્પી મીઠાં ફળ, નિજ ત્યાગે થૈ ખુશ સદાયે,
ધરિત્રી ધરે લીલો હાર, વિરાટ તરુ શો,
ધરા આંગણ શોભે લીલેરા વૃક્ષ અજવાસે,
બાળ સૌ હરખે, દૂરથી નિહાળી બળુકો,
ઝાડે મીઠાં મૂળ ના કઢાય સદા હરવારે,
જીવન સમર્પણે, ઋણે સિંચાય સમૂળો !
