પૃથા પાદે પૂજા
પૃથા પાદે પૂજા
ખેત નેણ સરહદે, રસાળ રૂપ વાવણી,
મોલ લ્હેકા મ્હોંરે ખેતે, તાજી ફૂટે કાપણી.
પ્હેલો પ્હોર ક્લબલે, જગ તાત હળ ધરે,
હાથ સ્વયં જગન્નાથ, પાડી ભાતે ખાતરી.
પૃથા પોપચે ખેડૂત, રોપે અનાજ ઝુમખા,
હસ્તાક્ષરે દસ્તાવેજ, રચે પાક પાથરી.
પરિશ્રમ વાવી ભૂમે, વૈભવી દુનિયા ઉગે,
ભૂખ જગની મિટાવે, અન્ન ફાલે સામટી.
આવે ભલે આફતો સૌ,કુદરતની ભારે જે,
ડગ તો ના પાછા પડે, ભરે હામે બાથડી.
ઘૂંટે ઘૂંટે બેહિસાબી, કામના બોજ પીવાતા,
રાતો વિતાવે કેટલી, તો અંધારે વિષાદી.
કિંતુ દે વ્યથા સૌ ગળી, જગને મધુ ધરાનું,
દૂત લાડકો ઈશનો, પૃથા પાદે પૂજાઈ.
