STORYMIRROR

Pratiksha Pandya

Inspirational

4  

Pratiksha Pandya

Inspirational

બાથ ભરી આભને

બાથ ભરી આભને

1 min
378

રમે પતંગ રંગીન, નભો પટે દોર સંગે 

નીચે ઉપર ઝાટકા, સૌ હાથે દોર સંગે,


જ્યાફત પણ ઊડતી, તલ ગોળના મેળથી,

ભરી મીઠાશ કાપે તો, કટુતા દોર સંગે,


એમ જીવને કપાય, પતંગ અહમના જે,

મધુ સૌ સ્નિગ્ધ હૈયાનું, પ્રેમે વ્હે દોર સંગે,


ઊડે સ્વપ્ન રંગરંગી, બાથ ભરી આભને સૌ,

ઉર નભે લ્હેરે પ્રીત, આઝાદી દોર સંગે,


દોર હેત માંજાથી તો, ગૂંથે બંધ હૈયે પાકા,

હવા આંતરી ઝઝૂમે, વ્હી પારે દોર સંગે,


આશ, શ્રદ્ધા, વિશ્વાસથી ટુક્કલ ઝગે આભમાં,

સ્નેહે પકડી પતંગ, ઘી પૂરે દોર સંગે,


અસ્થિર મન જ્યાં ઊડે, ધરી ધૈર્યની ફૂદડી,

પામી શાંતિ ને આનંદ, પતંગ દોર સંગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational