સોહયાં જી રે
સોહયાં જી રે
પ્રીત ઝાકળમાં ગુલાલ ઘોળ્યાં જી રે,
શમણાં ડાળીએ ઝૂલી સોહયાં જી રે.
પથરાયાં એ તો પ્રભાત કિરણોમાં,
દિંગત દ્વારે મોતી બની ઝૂલ્યાં જી રે.
પોંઢ્યાં એ પ્રેમનાં બીજ થૈ મુજ ભીતર,
તૃણ એના વ્હાલમનાં હૈયે ફૂટ્યાં જી રે.
તૃણ હોઠ ઝાકળભીના રૂડી લીલાએ,
આભ આખા તો ખોબામાં કોળ્યાં જી રે.
ત્યાં પધાર્યું તેજ કિરણ સમું કોણ છેડીને,
અંતરે હેતના મધુને દિલથી તોળ્યાં જી રે.
પરમ ખોળે મૂક જે, શિશુ બની સૂતું,
હોઠે ઝીણાં ગીત હરખનાં ઢંઢોળ્યાં જી રે.
પ્રીતનાં મોતી એ પ્રિયે શંખમાં કૉળાતાં,
તેજે વ્હાલસ્પંદન ભીનાં ઝબકોળ્યાં જી રે.
ભૂલી સ્વયંને પ્રીતમ રાગે એકાકાર સૂરે,
મહીં એમાં સતત ઝંકૃત મન ખોળ્યાં જી રે.
સંસાર ફૂંકે ઉડી વૃત્તિ રંગ ઝીંલાતા ઘણાં,
પ્રેમમાં ડૂબી સ્નેહ તરાપે ફમફોસ્યાં જી રે.
જન્મોજન્મનાં પ્રેમ ગુલાલે હિલ્લોળી,
બ્રહ્માંડ ઉજાસે એક થઈ ઝીલ્યાં જી રે.

