STORYMIRROR

Pratiksha Pandya

Others

4  

Pratiksha Pandya

Others

સમયને વધાવી

સમયને વધાવી

1 min
249

સમય રેત માફક, હાથમાંથી સરે ખરી,

પાછો કદી ના વળતો, યાદોનાં ફાલે ભરી,


ગયાં દિન વીતી ખોલી, ભંડાર સૌ ખાટાં મીઠાં,

સ્મૃતિ રગદોળાઈને, સરવૈયું આજને ધરી,


ક્ષણો એની દામિની શી, ચમત્કૃતિ પાળે ઝગે,

સજાવે જીવનદ્વાર, સ્નેહ તોરણે ગૂંથી,


યાદ રફ્તાર સજાવે, વર્ષને સંકલ્પ રંગે,

ખાર, અહમ, રાગ ત્યાગી, નૂતન ડગે વહી,


સાથ ખટ્ટી મીઠી પળે, ગૂંથતા આશ, વિશ્વાસે,

ઈશ ભાન અદકેરું, નવ્ય વર્ષને વધી,


વીત્યું વર્ષ દેશે શીખ, સમય નવો વધાવી,

આનંદ સંગ જીવવું, બાકી રેખાએ ઘડી,


જૂનું હો કે નવું વર્ષ, માનવ સદ્દકાર્ય અર્થે,

કરી કર્મ દેશ કાજે, માનવ્ય હૈયે ધરી.


Rate this content
Log in