પ્રિયજને આનંદે
પ્રિયજને આનંદે
નશો પ્રીતનો ગુલાબે, રંગથી જગને ભરે,
સાજ શ્વાસના તર્જથી, રાગ મનને ભરે.
મોસમ હેત ભરી વ્હે, ખુશી સાગર ઉમટે,
તવ હયાતી નિરખી, બાગ અંતરે ખીલે.
ચાંદ તો આભે સરતો, ખીલીને ચાંદની ખોળે,
પ્રિય જન હરખે ત્યાં, આજ પલકે ખરે.
શમણાંએ રમે પ્રેમ, સતત તૃષા ભરતો,
આઠે જામ છલીને એ, ભાવ પાંપણે ઝમે.
હૈયાનાં ગોખમાં જલે, દીપક પ્રીતનો તેજે,
લાલી એની મીત હોઠે, વસી પ્રણયે વરે.
ગુલાબ પ્રીતનું અહીં, નમે ય ઈશ શરણે,
પ્રીતની રીત આ સદા, વ્હી મન મીતે સરે.
ત્યાગ, પ્રેમ મ્હોંરે નિત, ગુલાબ દેતા સંદેશ,
અમોલી ભેટ આ ધન્ય, પ્રિયજને આનંદે.

