નથી કોઈ પ્રેમની ભાષા
નથી કોઈ પ્રેમની ભાષા
પ્રેમની ક્યાં કોઈ ભાષા છે ?
તમારું મન મારું મન સમજે એજ અભિલાષા છે.
જોઈ તમારી આંખો અમે, સમીજી જઈએ
તું ઉદાસ છે કે ખુશીમાં બસ આજ મારી પ્રેમની ભાષા છે.
તકલીફ તમને હોય પણ દર્દ મને થાય એમાં
આજ તો બે જીસ્મ એક જાન છે આપડી પ્રીત
ન બોલાયેલ શબ્દો પળમાં સમજાઈ જાય
એવી અજબ તો એક પ્રેમની ભાષા છે
નથી રહેવાતું તારા વગર હવે સનમ
આજ વ્યથા તો બન્ને તરફ રહેતી મીઠી શિકાયત છે
શબ્દો બાંધી નાં શકે આવી તો વાતો છે
નિરંતર ચાલ્યા કરે આજ તો પ્રેમ કહાની છે
ક્યારેક મળી ના શકે પ્રેમ તો એમાં પણ કઈ મજા છે
રાતભર જાગી કરીયે યાદ અને એ વેદના તો
અમારી અધૂરી પ્રેમ કહાની છે.
નથી મળી શકવાના આપડે હવે
તો પણ પ્રેમ તો તમનેજ છે
જીવ ભલે જતો રહે પણ
ક્યાંય જાય નહી એવી તમારી યાદો છે
એકવાર વાત થઇ જાય તો તમારી સાથે અમારી
પછી ભલે ને આવી મોત અમને લઇ જાય
તો પણ નથી શિકાયત અમને.

