STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તો ચાલશે

તો ચાલશે

1 min
312

હીરા મોતી ઝવેરાત નથી જોઈતા

સ્નેહથી છલોછલ હદય હશે તો ચાલશે


મને સમંદરના મોંઘા મોતી નથી જોઈતા

બસ ખોબો ભરીને વ્હાલ મળશે તો ચાલશે


નથી જોઈતા આકાશના ચાંદ સિતારા મને

તારા પ્રેમ નો થોડો ઉજાસ મળશે તો ચાલશે


નથી કરવી મારે ઈશ્વરને કોઈ ફરિયાદ

બસ તારા હોઠોનું મધુર સ્મિત મળશે તો ચાલશે


નથી મોહ મને મહેલોનો,બસ  સ્નેહથી છલોછલ

તારી નજરોના જામ મળે તો ચાલશે


મને નથી જોઈતો ફૂલોનો આંખો બાગ પણ

તારા પ્રેમની મીઠી મહેક મળે તો ચાલશે


નથી જોઇતી મંઝિલ મને, બસ મને તો,

તારો સાથ સદા મળે એવી ડગર મળે તો ચાલશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance