તો મોજ પડી જાય
તો મોજ પડી જાય
સવાર સવારમાં ચા અને છાપું મળે તો મોજ પડી જાય,
સાથે મળે જો ફાફડાને જલેબી તો જાણે ખોવાયેલી ખુશીઓ જડી જાય.
ચાય મળે ઈલાયચી ને અદરકવાળી તો મોજ પડી જાય,
છાપામાં હોય જો ખબરો બધી ખુશીની તો મોજ પડી જાય.
લીલી ઘાસવાળા બગીચામાં હોય ટેબલ ખુરસી પર ચાની પ્યાલી તો મોજ પડી જાય,
હવા જો ફૂલોની મહેક આપી જાય તો મોજ પડી જાય.
સવાર સવારમાં સંભાળવા મળે પંખીનો ટહુકો તો મોજ પડી જાય,
સવાર સવારમાં સૂરજની કિરણો સાથે થાય મુલાકાત તો મોજ પડી જાય.
સવાર સવારમાં વરસી જાય જો કોઈ વાદળી તો મોજ પડી જાય,
સવાર સવારમાં કેમ છો? નો સંભળાય મીઠો ટહુકો તો મોજ પડી જાય.
સવાર સવારમાં મળે જો ગપ્પા મારનાર કોઈ મિત્ર તો મોજ પડી જાય,
સવાર સવારમાં મળે કોઈ સાથી પુરાણો તો મોજ પડી જાય.
સવાર સવારમાં મળે જો તૈયાર ચાનો પ્યાલો તો મોજ પડી જાય,
સવાર સવારમાં મળે કોઈ યાદોનો કિંમતી ખજાનો તો મોજ પડી જાય.
