STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ફૂલ પર વરસી હેતની હેલી

ફૂલ પર વરસી હેતની હેલી

1 min
14

સાંભળી પંખીનો કલરવ આ વૃક્ષ જાણે પ્રફુલ્લિત થયું છે !

આ મહેકતા ફૂલને જોઈ ભમરાનું મન વિચલિત થયું છે.


હવાથી જાણે એવું પ્રસારિત થયું છે કે,

એક ફૂલ જાણે ! ભ્રમરના પ્રેમમાં મોહિત થયું છે.


ફૂલ પર વરસી જાણે ભ્રમરના હેતની હેલી,

ત્યારથી આ ફૂલનું મન પ્રફુલ્લિત થયું છે.


ચર્ચા થઈ રહી છે બાગમાં ફૂલ અને ભ્રમરની,

બસ ત્યારથી જ આ બાગ પ્રખ્યાત થયું છે.


દોડી આવ્યો છે ભમરો ફૂલના પ્રેમમાં પાગલ થઇ ને,

જાણે ફૂલ આ ભમરાથી વિવાહિત થયું છે !


પ્રેમની આગમાં સળગી ભમરો તો ફૂલમાં બિડાયો,

ફૂલના આકર્ષણથી જાણે ભમરાનું મન ભ્રમિત થયું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance