STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

મારા હૈયે ધબકાર એ આપે છે

મારા હૈયે ધબકાર એ આપે છે

1 min
20

દરેક સમયે મને યોગ્ય સહકાર એ આપે છે,

મારા જીવનને યોગ્ય આકાર એ આપે છે.


મિત્રો તો છે મારે આમ તો જીવનમાં ઘણા,

અર્ધી રાતે પણ હોકાર એ તો આપે છે.


વિખરાઈ જાઉં છું જ્યારે માળાના મણકાની જેમ,

ત્યારે મારા હૈયે નવો ધબકાર એ આપે છે.


મારા જીવનમાં આવે છે જયારે ઘોર અંધકાર,

ત્યારે વીજ બનીને મને ઝબકાર એ આપે છે.


વચનો નથી આપ્યા સાથ નિભાવવાના એને,

તોયે મુસીબતમાં પણ સહકાર એ આપે છે.


શબ્દ નથી હોતા, વિચાર શૂન્ય બની જાઉં છું,

ત્યારે પ્રેરણા બની નવો વિચાર એ આપે છે.


આવે છે જ્યારે જીવનમાં તકલીફની અંધારી રાત,

ત્યારે સુખનો સૂરજ બની નવી સવાર એ આપે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance