મારું ગીત અધૂરું રહી ગયું
મારું ગીત અધૂરું રહી ગયું
અધૂરું જ રહી ગયું જોને મારું ગીત,
એટલે જ કચકડે મઢ્યું છે મારું સ્મિત,
કોણ જાણે કેમ છોડીને ચાલી ગયો એ,
જેના માટે હતી જાત કરતા વધારે પ્રીત,
કોણ જાણે કેમ મારું જીવન બરબાદ કરી ગયો,
જેના માટે સદા જીવનમાં ઇચ્છ્યું હતું હિત,
મારી જીવન વીણાનાં તાર વેરવિખેર કરી ગયો એ,
જેનું જીવન બનાવ્યું હતું મેં સુંદર સંગીત,
જીવનમાં કારમી હાર એ તો આપી ગયો મને,
જેને હારમાં પણ અપાવી હતી મેં જીત.