હૃદયની ઠેસ
હૃદયની ઠેસ


મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય હૃદયને ઠેસ પહોંચે છે.
અત્યાચાર ગરીબ પર થાય હૃદયને ઠેસ પહોંચે છે.
કુસુમકળીવત્ સુતા પિતાનું સર્વસ્વ ગણાય કુટુંબમાં,
દુષ્કર્મનો ભોગ થતી દેખાય હૃદયને ઠેસ પહોંચે છે.
ટંકેટંકનું રળીને ખાનાર કચેરીમાં ધક્કા રોજ ખાય,
લાંચ કામ કરવા માટે મંગાય હૃદયને ઠેસ પહોંચે છે.
બીમારી ભોગવીને રોગી નિતનિત જે દવા લેતા થાય,
એ દવામાં ભેળસેળ પરખાય હૃદયને ઠેસ પહોંચે છે.
ઉર નિચોવી કવિગણની જ્યારે રચના પ્રકાશિત થાય,
નામ બદલી ચોરી એમાં વંચાય હૃદયને ઠેસ પહોંચે છે.