STORYMIRROR

Ajit Chavda

Tragedy

3  

Ajit Chavda

Tragedy

તમારા ગયા પછી

તમારા ગયા પછી

1 min
363

તમે લાગ્યા બાજીગર તમારા ગયા પછી,

થઈ ખરી પરખ 'અજીજ'ને તમારા ગયા પછી..!


છેડ્યો હતો પ્રેમરાગ તમારો સાદ સાંભળ્યા પછી,

યાદ આવે છે એ સાદની સાદગી તમારા ગયા પછી..!


શરૂ થઈ હતી પ્રેમ કહાની તમને નિહાળ્યા પછી,

અધૂરી રહી ગઈ છે એ કહાની તમારા ગયા પછી..!


કેટલાય સ્વપ્નો જોયા હતા તમારા ગયા પછી,

અધૂરા છે તમારા નામના દરેક સ્વપ્ન તમારા ગયા પછી..!


ભાલ પર લાગેલી પેલી બિંદીને ખૂબ નિહાળી હતી,

આજે ક્યાં દેખાય છે એ બિંદી તમારા ગયા પછી..!


ગુલાબની પાંદડીઓ ઝાંખી હતી તમારા હોઠ સામે,

આજે ગુલાબની પાંદડીઓ વાગે છે તમારા ગયા પછી..!


વાયરા સાથે કેવી મસ્ત બની તમારી લટ લહેરાતી,

વાયરો તો છે પણ એ લટ નથી તમારા ગયા પછી..!


કોકિલ સમો મધુર સૂર રેલાવતી પાયલ તમારી હતી,

આજે દિવાસ્વપ્ન મારું બની રહી તમારા ગયા પછી..!


કહે 'અજીજ' આ પ્રેમ કહાની કોઈ બાજીગરી હતી,

ઝંખના કરે 'અજીજ' તમ સુખની સદા તમારા ગયા પછી..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy