STORYMIRROR

Ajit Chavda

Abstract

4  

Ajit Chavda

Abstract

રાખડી

રાખડી

1 min
395

સ્નેહના તાંતણે બંધાતી રૂડી રાખડી,

કે રક્ષાબંધનના દિવસે હરખાતી બેનડી રે લોલ...


રેશમના તારથી ગૂંથાયેલ છે રૂડી રાખડી,

કે મનના ઓરતા પૂરા કરતી વ્હાલી બેનડી રે લોલ...

ઓવારણા એમના ભીંજવે મારી આંખડી,

કે આજે રાખડી બાંધે છે અંતરથી બેનડી રે લોલ...

સ્નેહના...


અંતરના આશિષથી સિંચાઈ મારી રાખડી,

કે રાખડી રૂપે વીરનું રક્ષણ કરતી બેનડી રે લોલ...

દેશના વીર કાજે સાચવેલી છે રાખડી,

કે વીરને નિહાળવા વીરપસલીની ધાંખડી રે લોલ...

સ્નેહના...


ભાઈ-બહેનનો પવિત્ર પ્રેમ સૂચવી જતી રાખડી,

કે નાતજાતના ભેદ વગર રાખડી બાંધે બેનડી રે લોલ...

અતૂટ 'ને અસીમ બંધન કેરી રૂડી રાખડી,

કે 'અજીજ' ના રૂદિયામાં ચણાયેલ વ્હાલી બેનડી રે લોલ...

સ્નેહના.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract