નવરાત્રી
નવરાત્રી

1 min

212
આસોપાલવનાં તોરણથી આવકારીએ માઁ જગદંબા,
કંકુ ચોખાલીયે સહર્ષ તમારા વધામણાં અમે કરીએ માઁ..!
આંખોથી આરતી ઉતારી ' ને શબ્દોનો પ્રસાદ ધરાવીએ,
હૈયામાં હરખ કેરી ઉમંગ ભરીને ગરબે અમે ઘૂમીએ માઁ..!