STORYMIRROR

Sunita B Pandya

Tragedy

3  

Sunita B Pandya

Tragedy

શરમ અડે છે

શરમ અડે છે

1 min
171

શરમ તો અડે છે

સારા માણસને કોઈના હેરાન થવાનું કારણ હોય પોતે ત્યારે શરમ તો અડે છે,


કહી નથી શકતો, રડી નથી શકતો

પણ દિલનો એક ખૂણો ઉદાસ રહે છે

કારણકે શરમ તો અડે છે,


સ્વમાન સાથેની લડાઇમાં સંબંધો ખોવાઈ જાય છે

સંબંધને કટ કરી બીજે પેસ્ટ કરવો પડે છે

મનનું મનમાં રાખે છે, બોલી નથી શકતો

 મૌન રહે છે પણ આંખો વાતો કરે છે

કારણકે શરમ તો અડે છે,


દૂરથી હસતા જોઈને હસી પડે છે

મહેફિલમાં સાથ આપતાં ડરે છે

ભૂલ સ્વીકારી નથી શકતો ઈગો નડે છે

ભૂલથી પણ ભૂલ કરી હોય ત્યારે

પણ શરમ તો નડે છે,


ઈજજત છે એટલે જ તો ઈજ્જત નડે છે

આટલો બધો ન જાણે તે કેમ ડરે છે?

દૂરથી જોઈ રહે છે

પાસ આવવાથી ડરે છે

ફોન કરવો હોય છે વાત કરતા ડરે છે

કારણકે શરમ તો નડે છે,


ભલા છે, ભોળા છે 

લાખોમાં એક હોય છે આવા લોકો

ન્યાય આપી દે છે મીનળદેવીની જેમ,

ઔરંગઝેબ અને દારાશિકોહના જેટલો ફરક હોય છે

છતાં ખબર નહીં કેમ આવા લોકોને જ તો

શરમ નડે છે,


હા કહેવી હાથમાં નથી હોતી, ના કહેવાની હિંમત નથી થતી

 ભેટી જાઓને ખભે ખભા મિલાવીને

સામે જેના આવતાં આવે છે શરમ

પરંતુ એમ કરવામાં પણ અહમ નડે છે,

અને અહમને પંપાળી રાખતાં

શરમ નડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy