કોણ છે અસલી
કોણ છે અસલી
નકલી છે નોટો અને ફરે છે ચારે કોર
મહેનતનું ફળ ક્યાંથી મેળવશો ?
નકલી છે બિલ, નકલી છે સમાચારપત્રો
વિશ્વાસ કોના પર કરશો ?
નકલી છે પોલીસ અને નકલી છે પોલીસ સ્ટેશન,
દેશને ગૌરવ કઈ રીતે અપાવશો ?
નકલી છે ડોક્ટર અને નકલી છે હોસ્પિટલ
ભગવાનનો દરજ્જો ક્યાંથી મેળવશો ?
નકલી છે ડિગ્રી અને નકલી છે દવા
નાગરિકનો વિશ્વાસ ક્યાંથી મેળવશો ?
નકલી છે ડોક્યુમેન્ટ અને નકલી છે અધિકારી
દેશને મહાન ક્યાંથી બનાવશો ?
નકલી છે ઘી અને નકલી છે દૂધ
સ્વસ્થ નાગરિકને કયાંથી મેળવશો ?
નકલી છે સામાન અને નકલી છે એન્જિનિયર
ટકાઉ રાષ્ટ્રને ક્યાંથી મેળવશો ?
નકલી છે પેપર અને નકલી છે શિક્ષક
શ્રેષ્ઠ વિદ્યાર્થી ક્યાંથી મેળવશો ?
નકલી છે સબૂત અને નકલી છે વકીલ
"સત્યમેવ જયતે" સિદ્ધાંતને ક્યાંથી ઓળખશો ?
નકલી છે નોટો અને ફરે છે ચારે કોર
મહેનતનું ફળ ક્યાંથી મેળવશો ?