Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunita B Pandya

Abstract Crime

4  

Sunita B Pandya

Abstract Crime

વાંક કોનો હતો ?

વાંક કોનો હતો ?

1 min
432


મા એ ગર્ભસંસ્કારમાં ન કરેલ ઘડતરનો,

કે માની સલાહ ન માનનારીનો !


અહિંસાનો પાઠ ભણાવવામાં નિષ્ફળ રહેલ શિક્ષકનો,

કે પછી અસત્યને પારખી ન શકનાર શિક્ષણનો !


નિદૅયી બનીને વિશ્વાસઘાત કરનારનો,

કે પછી આંધળો વિશ્વાસ મૂકનારીનો !


જૂઠી લાલચો આપીને દિલ જીતી લેનારનો,

કે પછી જૂઠા માણસને પારખી ન શકનારીનો !


ખોટી સલાહ આપનાર ટેકનોલોજીનો,

કે પછી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બચી ન શકનારનો !


જિંદગી બચાવી ન શકનાર હથિયારનો,

કે પછી જિંદગી સામે હારી જનાર અહિંસાના હથિયારનો !


 પ્રેમ માટે બધું ત્યજીને આવનારને સમજી ન શકનારનો,

કે પ્રેમને સર્વસ્વ માનનાર ખોટી જીદ્દનો !

       

કોઈ બીજો રસ્તો નહિ મળ્યો હોય,

કે જિદગીને દાવ પર લાવી પડી હશે !


માણસના રુપે પશુ બનીને ત્રાસ ફેલાવનાર અહીંસક તત્વોનો,

કે એ ત્રાસ સામે અનજાણ રહેનાર તંત્રનો !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract