સમજની ધૂળ..!!
સમજની ધૂળ..!!
સંબંધો વિખૂટાં પડ્યા છે,
રસ્તા આપણાં અલગ થયા છે,
તારા મારા બોલની પણ કિંમત અંકાઈ છે,
ચીજોનો પણ ભાગ પડયો છે..!!
વસ્તુઓ ફક્ત તારી કે મારી તો છે નહીં,
ઘર વસાવ્યું ત્યારે આ વિચાર તો ન હતો,
આપણી નાનકડી દુનિયા ના ભાગ છે પડ્યા,
ચીજો તો માત્ર માયા નું પ્રતિક છે..!!
કબાટ ખાલી કરતા જૂનું ખોખું મળી આવ્યું,
જૂના સ્મરણોના જાણે દ્વાર મળી આવ્યા,
તે જૂના પત્રોના કાગળ છે પીળા થયા,
પણ સહી અને લાગણી હજુ એમ જ છે..!!
મારું ખોવાયેલ ઝાંઝર મળી આવ્યું,
તે યાદોથી નયનમાં જળ ભરાઈ આવ્યું,
ધૂળ જમવાથી એનું તેજ કરમાઈ છે ગયું,
પરંતુ એક ફૂકની જ મોહતાજ હતી એ ધૂળ..!!
જૂના મળેલા ઝાંઝર એ એવો પાઠ ભણાવ્યો,
સમજ અને ધૂળની સમાનતાનો સબક શીખવ્યો,
સંબંધની માવજતમાં આપણી સમજ પર જામી છે ધૂળ,
હવે ફક્ત ફૂક મારી કરવાના છે મજબૂત પ્રેમના મૂળ..!!
