તારા સ્મરણોમાં..!
તારા સ્મરણોમાં..!
ભીની માટીની સુગંધ છે આવી,
મોરના ટહુકા રહ્યા છે સંભળાવી,
આકાશ થયું કાળું ડીબાંગ ઓ ભાઈ,
પહેલી હેલીની લાગે છે તૈયારી..!
પહેલા વરસાદનો મધુર નાદ પડ્યો છે કાને,
લઈ ગયો છે મને ભૂતકાળની સ્મૃતિઓમાં ખેંચીને,
સમય વીતી ગયો પણ નજરાણું છે નયનની સામે,
આપણાં મિલનની પહેલી રાત ભૂલાય કેમ જાણે..!
પ્રથમ વર્ષાના આનંદમાં ધરતી ખીલી હતી,
રસ્તો સૂમસાન હતો એ તારી મુશ્કેલી હતી,
મળવું આપણું એ વર્ષામાં એ ઈશ્વરની મરજી હતી,
નજર મળી અને પ્રેમવર્ષાનો આરંભ થયો..!!
એ સમયનું તારું સ્વરૂપ આજે પણ યાદ છે,
હૃદયમાં સ્પષ્ટ આપણો એ સંવાદ છે,
તારી ચિંતમાયી આંખો, ફડ - ફડતા હોઠ, ગુલાબી વસ્ત્રો, બધું જ નજર સમક્ષ છે,
તે સમયના બધા જ સ્મરણો સ્વર્ણ સાંકળોમાં કેદ જ છે..!