STORYMIRROR

Dr. Riya Patel

Drama Fantasy

3  

Dr. Riya Patel

Drama Fantasy

પવિત્ર

પવિત્ર

1 min
292

દુષ્કાળવાળી ભૂમીમાં પ્રથમ વર્ષા જેવું,

ઝાકળના પહેલાં બુંદ જેવું પવિત્ર - તારું સ્મિત..!!


અંધકારમાં અજવાળા જેવું,

પરોઢની પહેલી કિરણ જેવું પવિત્ર - તારું સ્મિત...!!


કૃષ્ણની વાંસળી ના મધુર સ્વર જેવું,

એક નવજાત ની નિખાલસતા જેવું પવિત્ર - તારું સ્મિત..!!


પાનખર પછી આવતા વસંતના આનંદ જેવું,

વેલો પર લાગતી નાની કુંપળો જેવું પવિત્ર - તારું સ્મિત..!!


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Drama