STORYMIRROR

Dr. Riya Patel

Others

4  

Dr. Riya Patel

Others

ઓછા પડશે

ઓછા પડશે

1 min
421

વીતેલા સમયના ઝખ્મો છે આ,

મરહમ લગાવવા બેસીશ-

તો શ્વાસ ઓછા પડશે.


પ્રેમ ભર્યા હતાં એ ક્ષણો,

તે યાદોનું રુદન કરીશ -

તો શ્વાસ ઓછા પડશે.


સાથે ચાલું કર્યું હતું એ સફર,

વચ્ચે હાથ છૂટવાની વેદનાનું વર્ણન કરીશ -

તો શ્વાસ ઓછા પડશે.


સતત સ્મિત પ્રદાન કરવાનું તારું હતું વચન,

તારા દીધેલ અશ્રુના દરિયાના સ્મરણ કરવા બેસીશ -

તો શ્વાસ ઓછા પડશે.


નવો સમય, નવો પ્રેમ હાથ ફેલાવીને છે ઊભો,

પણ તારી બાંધેલી બેડીઓ ખોલવા બેસીશ -

તો શ્વાસ ઓછા પડશે.


Rate this content
Log in