શાબાશી તને છે..!
શાબાશી તને છે..!
કોઇ કહે છે હું ખૂબ જ સફળ છું,
શાબાશી તારી શિક્ષાને જ છે ...... મા..!
કોઈ મને સંસ્કારી ગણે છે,
શાબાશી તારી શીખને જ છે....... મા..!
કોઈ મારા રૂપના વખાણ કરે છે,
શાબાશી તારા વારસામાં છે...... મા..!
કોઈ મને લાગણીશીલ ગણે છે,
શાબાશી તારા ઘટનને છે..... મા..!
મારું વ્યક્તિત્વ આજે ઉજ્જ્વળ બન્યું છે,
શાબાશી તને અને ફક્ત તને જ છે... ઓ મા...!!
