STORYMIRROR

Dr. Riya Patel

Tragedy

3  

Dr. Riya Patel

Tragedy

પ્રકૃતિનો જવાબ

પ્રકૃતિનો જવાબ

1 min
364

હતી નદી એક પવિત્ર,

    મનુષ્યએ કર્યો બગાડ,

નદીને આપ્યો કચરો,

    હવે કુદરત કરશે પ્રત્યાઘાત..!!


જળાશય માં જંતુના જીવ રુંધાયાં,

    મીનના જીવન ખૂબ વિખરાયા,

સરિતાએ આક્રોશના ચિરાગ પ્રગટાવ્યા,

    કિનારાના ગામમાં પૂર ઘણા આવ્યા..!!


જનજીવનમાં હાહાકાર મચ્યો,

    પ્રાણીઓની હાનીનો પાર ન રહ્યો,

પ્રકૃતિએ વિકટ રૂપ ધારણ કર્યો,

     માણસ સાથે તેણે જંગનો પ્રારંભ કર્યો..!!


પરિસ્થિતિ ખૂબ કઠિન હતી,

    મનુષ્યની તકલીફ અસહ્ય હતી,

પ્રકૃતિ માતાનો ક્રોધ શાંત થયો,

    દયા ભાવના ઉત્પન્ન થઈ હતી..!!


સમય વીત્યો અને પાણી પાછા સમાયા,

     જીવન માટે આનંદના ક્ષણ આવ્યા,

પરંતુ જો માનવમાં સુધારા ન આવ્યા,

     તો કુદરત હવે વધુ વિકટ રૂપ ધારણ કરે એવા અણસાર આવ્યા..!!  


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy