STORYMIRROR

Dr. Riya Patel

Romance

4  

Dr. Riya Patel

Romance

તફાવત

તફાવત

1 min
371

જે દુનિયાને લાગે મૂર્ખતા,

મને જ દેખાય તારી નિખાલસતા,

બસ નજર નો તફાવત છે !


જે સમાજને લાગે લવારી, 

મને જ દેખાય તારા મનની જબાની,

બસ નજર નો તફાવત છે !


જે બીજા જોવે મુસ્કાન,

ફક્ત મને જ દેખાય તે આંખોની ભીનાશ,

બસ નજર નો તફાવત છે !


જે અન્યને લાગે તારા નિરંકુશ નાટકો,

મને જ દેખાય તેની પાછળના તારા નિસ્વાર્થ વિચારો,

બસ નજર નો તફાવત છે !


જે સમગ્ર વિશ્વને દેખાય મારો પ્રેમ,

માત્ર તનેજ લાગે મિત્રતાના અવશેષ,

બસ નજર નો તફાવત છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance