ભુલાઈ ગઈ
ભુલાઈ ગઈ
વચ્ચે વાત પ્રેમની આવી અને હવસ તમામ ભુલાઈ ગઇ,
ચાતકને વરસાદની તરસ તમામ ભુલાઈ ગઇ.
હોઠોની ગરમી, આંખોની ઠંડક, વાણીની ભિનાશથી ઓગળી ગયા,
જે પણ મર્યાદા હતી અરસપરસ તમામ ભુલાઈ ગઇ.
લોહી છાંટી કરવી હતી ઈશ્કની આરાધના,
એણે હાથ જેવો પકડ્યો; દુખતી નસ તમામ ભુલાઈ ગઈ.

