ગડમથલ
ગડમથલ
મૌન મીઠી વાતોની અદલ - બદલમાં વીતી જશે,
પ્રેમના ઈઝહારમાં અડધી જિંદગી,
અડધી અમલમાં વીતી જશે,
ક્યારેક માંડ મળશે મોકો મને એને મળવાનો,
ને તમામ ક્ષણો શું કહેવું એની ગડમથલમાં વીતી જશે,
આવો આપો ઝખમ મોજથી મારે મન એ તો મિજબાની છે,
જે હૃદય પર વીતશે - બધું ગઝલમાં વીતી જશે,
એનું આવવું જિંદગીમાં સાવ સહજ, પણ ગમી જવું અજુગતું;
તણખો ઊડે ને તાપણું થાય એવી એની તાસીર,
પાણીમાં પથ્થર નાખ્યાં પછી પ્રતિબીંબ પડે એમ (ધૂંધળી) યાદ એની તસવીર,
અમારી તકરારો થયેલી અને એ પણ તીખી,
કોઈ તક જ ન્હોતી કે તાલાવેલી થાય એને મળવાની,
ને તલબ લાગે રોજ એને નીરખવાની;
અઘરું લાગણીઓનું ગણિત ઉકેલી ગયું એક કોયડો;
કે જે સપને'ય હોય અકલ્પ્ય; એ ક્યારેક અસલમાં વીતી જશે.

