ખાલી ખાલી કમરામાં
ખાલી ખાલી કમરામાં
રોજ રાત્રે રોજું રાહતની રમઝાનનું,
ખોલવા હું ચાંદ નહીં તારું મુખ નિહાળું.
ને દર સવારે ઇદે મિલાદ મારે આંગણે
આવ કે હું તને ગળે લગાડું.
ખરે તારી વેણીમાંથી ખરેખર ફૂલ જ્યાં-જ્યાં;
દિવાળીની રંગોળી માની આભલા ચોંટાડુ.
કેસુડો તારી કાયા જાણે ઘોળી પી ગયો છે,
મળે ઠંડક જ્યારે જ્યારે ગાલે રંગ અડાડું.
પતંગને-પંખી એ બેમાંથી પારેવડું પસંદ કરી,
એના પગ વચ્ચે 'પૂર્ણવિરામ' વગરનો પ્રેમપત્ર સંતાડું.
ખાલી ખાલી કમરામાં તારું નામ બરાડું,
જ્યાં જ્યાંથી પડઘો પડે હૃદય ત્યાં ઓઠાડું

