સ્નેહમાં સમાધિ
સ્નેહમાં સમાધિ
સમાધી સ્નેહમાં લીધાં પછી રાખ્યું છે શરીરમાં શું ?
રાંઝાની નજરે કયારેક જોવું એવું છે એની હિરમાં શું ?
એ માછલી વીંધી શકે, તું સોંસરવા હૃદય ચિરી શકે,
એવું તારી આંખોમાં શું ? એવું અર્જુનનાં તીરમાં શું ?
ખુદાને દોષ ના મળે તો કિસ્મતની કિતાબ ફાડી નાખી,
કળાવા એને પણ ના દીધું કે લખ્યું હતું લકિરમાં શું !
અમે તારી આંખમાં જોઈ મોહબ્બતની મંઝિલ મેળવી લઈએ.
ચહેરો ચાંદથી વધારે ચમક્યા કરે, ઓજસમાં શું; તિમિરમાં શું !

