વસંત થઈ જઈએ
વસંત થઈ જઈએ
અંત થઈ જશે અંતે તો એકદિવસ અસ્તિત્વનો,
આવ આજે ઈશ્કમાં અનંત થઈ જઈએ.
આંખોને બંધ રાખી એકમેકનું ધ્યાન ધરીએ,
સ્નેહમાં સમાધી લઈએ, સંત થઈ જઈએ.
પડતી મુકને એ પુરાણી વાતોની તું પાનખર,
મેઘ મોહબ્બતનો વરસવા દે, વસંત થઈ જઈએ.
કંઇક કહાણી, કંઇક કવિતા કંડારી લઈએ કાયા પર,
એ પહેલાં કે આપડે બંને દંત થઈ જઈએ.

