પારિજાત
પારિજાત
પ્રેમમાં પારિજાત ને પગમાં પાયલ
પરોવે એમ જાણે પોતે જ પ્રીત હોય,
આશિકીમાં આહટ અને અંગે આભૂષણ
ઓઢે એ એમ જાણે ઉલ્ફતમાં એકચિત્ત હોય,
મોહબ્બતમાં મસ્તી ને મધમાં મીઠાશ
મેળવે એવી મધુર કે માધવથી મોહિત હોય,
સ્નેહને શરમ અને શબ્દોને અવાજથી
શણગારે સમી સાંજે એવા કે જેવું શરણાઈનું સંગીત હોય,
લ્હેકામાં લાવણ્ય ને લોચનમાં લજ્જા લાવે એવાં કે
લાગે ઈશ્વર લિખિત હોય.

