ગઝલનો વૈભવ
ગઝલનો વૈભવ
જ્યાં ધર્મનો પ્રભાવ લગાતાર હોય છે,
ક્યારેય ત્યાં ન કોઈ અનાચાર હોય છે,
જ્યાં જિંદગીમાં કોઈ ચમત્કાર હોય છે,
ત્યાં ફક્ત આપમેળે નમસ્કાર હોય છે,
મહેફિલમાં પ્રેમની જે કરે વાત જોરથી,
ભીતરમાં પ્રેમનો જ બહિષ્કાર હોય છે,
જે નામે રોજ થાય છે દંગા સદા અહીં,
એ ખુદ ખુદા ય સાવ નિરાકાર હોય છે,
વિશ્વાસ પ્રેમના જો ન પાયામાં હોય તો,
ના લાગણી જરા ય વફાદાર હોય છે,
છે રંગમંચ કેવો અનોખો જગતનો આ,
સઘળાં અહીં ગજબના કલાકાર હોય છે,
શણગાર જો ગઝલમાં હશે પ્રેમનો કદી,
વૈભવ એ જ ગઝલનો છટાદાર હોય છે.

